હળવદના નવા રાયસંગપર ગામે સખી મંડળને ડ્રોન અપાયું

- text


હળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા રાયસંગપુર ગામે નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના અંતર્ગત ખેડૂત સભામા “નમો ડ્રોન દીદી”કાર્યક્રમ હેઠળ સખી મંડળને ખેતીલક્ષી ઉપયોગ માટે ડ્રોન આપવામાં આવ્યું હતું.

- text

આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી ડો.વિ.કે.ચૌહાણની હાજરીમાં અમૃતમ મહિલા બચત મંડળના લાભાર્થી સોનલબેન જયેશભાઈ કણઝરીયાને ડ્રોન અર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સખી મંડળના બહેનોને રોજગારી મળી રહેશે અને ખેડૂતોને પોતાના ખેતરમાં દવાના છંટકાવ માટે તાત્કાલિકના ધોરણે ગામના જ સખી મંડળ દ્વારા મળી રહેશે જેનાથી ખેડૂતને રોગ જીવાતનો સરળતાથી સામનો કરી શકાશે તેમજ સમય, મજૂરી ખર્ચ, પાણીનો પણ બચાવ થશે જેની વિસ્તૃત માહિતી જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ જી.એન.એફ.સી.ના કર્મચારી દ્વારા ખેડૂતોને માહિતી આપવામા આવી હતી.

- text