હળવદમાં એક જ દિવસમાં અપમૃત્યુના બે બનાવ

- text


કણબીપરામા વીજ શોક લાગતાં મહિલાનું જ્યારે શીરોઈ નજીક ડેમમાં ડુબી જવાથી યુવાનનુ મોત

હળવદ : હળવદમાં આજે એક જ દિવસમાં જુદા જુદા બે અપ મૃત્યુના બનાવો બન્યા છે.જેમાં એક મહિલાનું અને એક યુવાનનુ મોત નિપજયુ હતુ. હળવદ શહેરના કણબીપરા વિસ્તારમાં વીજ શોક લાગતા એક મહિલાનું જ્યારે સુંદરગઢ પાસેના પુલ નીચે પાણીમાં ડુબઈ જવાથી એક અજાણ્યા યુવાનો મૃતદેહ મળી આવ્યો છે.

હળવદ શહેરમાં આવેલ કણબીપરા વિસ્તારમાં રહેતા પુષ્પાબેન નીતિનભાઈ પારેજીયા ઉંમર વર્ષ 40 આજે સવારના દસેક વાગ્યાની આસપાસ તેઓના ઘરે ફ્રીજની ચાપ બંધ કરવા જતી વેળાએ વીજશોક લાગતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text

જ્યારે બીજા બનાવમાં હળવદ તાલુકાના સુંદરગઢ ગામ પાસે આવેલ બ્રાહ્મણી 2 ડેમના પુલ નીચેથી પાણીમાં ડૂબી જવાથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.બનાવને પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને મૃતકની લાશને ડેમમાંથી બહાર કાઢી હતી. જોકે આ યુવાન કોણ છે? ક્યાંનો છે? ડેમમાં પડી ગયો હતો કે આત્મહત્યા કરી છે? તે હજુ સુધી કોઈ વિગત બહાર આવી નથી.

- text