મોરબીના વિદ્યાર્થીઓની પ્રમાણિકતા ! રસ્તામાં મળેલ રકમ પોલીસને સોંપી

- text


શનાળા ગામની સરકારી લાયન્સ શાળાના વિદ્યાર્થીઓનું પ્રેરક પગલું

મોરબી : મોરબીના શનાળા ગામે આવેલી લાયન્સ વિદ્યાલયના 5 વિદ્યાર્થીઓએ પ્રામાણિકતા દાખવીને રસ્તામાંથી મળેલ રોકડ રૂપિયા પોલીસને સોંપીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text

શનાળા ગામની લાયન્સ વિદ્યાલયના 5 વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં શક્તિમાના મંદિર પાસે તેઓને 9940 રૂપિયા રોકડા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ આ રૂપિયા પોતાની પાસે રાખવાની જગ્યાએ ત્યાંથી પસાર થતા ટ્રાફીક પીએસઆઈ ડી. બી. ઠક્કર, માહિપતસિંહ સહિતના સ્ટાફને રોકીને તેઓને સોંપ્યા હતા અને આ રૂપિયા જે કોઈના હોય તેને પરત આપવા જણાવ્યું હતું. આમ શાળાના વિદ્યાર્થીઓએ પ્રામાણિકતા દાખવી હતી. ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે, જે કોઈના આ રૂપિયા હોય તેઓએ પૂરાવો આપીને ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહનો મો.નં. 8238844003 પર સંપર્ક કરવો.

- text