મોરબીના માળીયા વનાળિયા ગામે શાળાના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત

- text


મોરબી : મોરબી તાલુકાના માળીયા વનાળિયા ગામે શાળાના નવા બિલ્ડીંગનું ધારાસભ્ય, જિલ્લા કલેકટર અને જિલ્લા પંચાયતના હોદ્દેદારોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મોરબીના માળીયા વનાળિયા ગામે ગ્રામપંચાયત ખાતે શાળાના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા કલેકટર પંડ્યા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તુલશીભાઇ, મોરબી જિલ્લા ભાજપ અજા. મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર, મોરબી જિલ્લા ભાજપ અજા. મોરચા ઉપપ્રમુખ દિપકભાઇ ચૌહાણ, ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ સહિત પાર્ટીના વિવિધ હોદેદારો સહિત ગ્રામજનોની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

- text

- text