મોરબીના ચંદ્રેશનગરમાં દારૂની 11 બોટલ સાથે યુવાન ઝબ્બે

- text


મોરબી : મોરબીના ચંદ્રેશનગર વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે દરોડો પાડી મૂળ અમદાવાદ અને હાલમાં મોરબીના મુનનગર ચોકમાં ચંદ્રેશનગરમાં રહેતા આરોપી પિયુષ પ્રવીણભાઈ બુટાણી નામના વેપારીને વિદેશી દારૂની 11 બોટલ કિંમત રૂપિયા 3300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text