કચ્છમાં 4.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો, મોરબી ધ્રુજયું

- text


પોણા પાંચ વાગ્યાના અરસામાં આવેલ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 21 કિમી ઉત્તરમાં

મોરબી : આજે રવિવારે સાંજના સમયે આરામ કરીને જાગેલા મોરબીના શહેરીજનોએ ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે રાજ્યના ભૂકંપ માપક વિભાગના મતે કચ્છના ભચાઉથી 21 કિમિ ઉત્તરમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું અને રિકટર સ્કેલ ઉપર 4.6ની તીવ્રતા હોવાનું જાહેર કરાયું છે.

- text

આજે મોરબીના સાંજના પોણા પાંચેક વાગ્યાના અરસામાં શહેરીજનોએ ભૂકંપના તીવ્ર આંચકનો અહેસાસ કરતા રીતસરના ફફડી ઉઠ્યા હતા અને શહેરભરમાં ભૂકંપની જ ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ ગુજરાત સરકારના ભૂકંપ માપક વિભાગે સતાવાર રીતે જણાવ્યું હતું કે, કચ્છ અને મોરબી સહિતના વિસ્તારમાં 4.6ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેનું કેન્દ્ર બિંદુ કચ્છના ભચાઉથી 21 કિલોમીટર ઉતરે હોવાનું અને પાંચથી છ સેકન્ડ સુધી આંચકો અનુભવાયો હતો. વધુમાં પ્રારંભિક સમયે 4.6ની તીવ્રતા બાદ ભૂકંપ હળવો પડતા સરેરાશ 4ની તીવ્રતા હોવાનું જાહેર કરાયુ હતું. કચ્છમાં આવેલ ભૂકંપ મોરબી ઉપરાંત વાંકાનેર પંથકમાં પણ અનુભવાયો હોવાનું જાણવા મળે છે.

- text