મોરબી જિલ્લા કક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધામાં બરવાળા શાળાની ટીમ પ્રથમ નંબરે વિજેતા

- text


મોરબી : હાલ ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે ત્યારે રસ્સા ખેંચ અંડર-17 બહેનોની સ્પર્ધામાં બરવાળાની સરસ્વતી ભગવતી વિદ્યાલયની ટીમ પ્રથમ નંબરે વિજેતા થઈ છે.

ખેલ મહાકુંભની રસ્સા ખેંચની અંડર-17 બહેનોના વિભાગમાં બરવાળાની સરસ્વતી ભગવતી વિદ્યાલયની ટીમે અશ્વિનભાઈ દેત્રોજાના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો અને સારો દેખાવ કરીને મોરબી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. હવે આ ટીમ રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે. ત્યારે વિજેતા ટીમને અભિનંદન વર્ષા થઈ રહી છે.

- text

- text