રંગપરમાં જખરી માઁનું નવનિર્મિત શીખરબદ્ધ મંદિર ખુલ્લું મુકાયું

- text


દફ્તરી અને મહેતા પરિવારના લોકોની મોટી સંખ્યામાં હાજરી, અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

મોરબી : રંગપરમાં જખરી માઁના નવનિર્મિત શીખરબદ્ધ મંદિરનો લોકાર્પણ કાર્યક્રમ ભાવભેર સંપન્ન થયો હતો. જેમાં પૂજ્ય માઁના શિખરબંધ મંદિરમાં જ્યોત ઝળહળી હતી. આ કાર્યક્રમમાં દફ્તરી કુટુંબ અને મહેતા કુટુંબના પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા.

મુખ્ય દાતા તરીખે કમલેશભાઈ અને દીપ્તિબહેનની સેવા અજોડ રહી હતી. કુટુંબના મોભી, માર્ગદર્શક રમેશભાઈ પ્રભાશંકર અને તરલાકાકીની ઉપસ્થિતી એ પ્રોગ્રામને ચાર ચાંદ લગાડ્યા હતા. નીખિલભાઈ શાસ્ત્રીજી એ સંગીતમય હવન કરાવી વેદોક્ત રીતે પૂજ્ય માઁની હાજરીનો અહેસાસ કરાવ્યો.

ધજાની શોભાયાત્રા અતિ ઉલ્લાસ સાથે થઈ, માઁના મંદિર ધજા અને સાથે ત્રિશૂળ અને ૐ તથા માઁના ફોટા સાથેનું ડેકોરેશન ચેરમેન કેતનના ધર્મપત્ની દિપ્તીએ કરી શોભાયાત્રા પ્રસંગ શોભાવ્યો. કળશ અને ધજાનું સ્થાપન ભક્તિ ભાવે થયું.સવાર નો નાસ્તો, બપોર નું જમણ રસ પ્રચુર રહ્યું, અને કમલેશભાઈ દ્વારા 51 લાડવામાં ચાંદીની ગીની મૂકી અને જેને પ્રસાદમાં મળી તેઓ ભાવ વિભોર થયા, હતા.

મંદિરના પૂજારી ભાનુભાઈ એ બાંધકામમાં સતત હાજરી આપી અને પૂજ્ય માઁની અખંડ જ્યોતની જાળવણી કરી દરેકને આશીર્વાદ આપ્યા હતા. મંદિર બાંધકામ સમિતિના પ્રોજેક્ટ ચેરમેન કેતનભાઈ રમેશભાઈ દફતરીનો કમિટીના પ્રમુખ તુષારભાઈ ધીમંતભાઈ દફતરી અને ખજાનચી નીરવભાઈ નવનીતભાઈ દફતરી અને આ ત્રિપુટીના ધર્મપત્ની દિપ્તી કેતનભાઇ, શીતલ તુષારભાઈ, હેતલ નીરવભાઈનો ખાસ આભાર માનવામાં આવ્યો હતો. તેમ ચંદ્રકાન્તભાઈ દફતરીની યાદીમાં જણાવાયું છે.

- text

- text