વાંકાનેરમાં બે વરલીભક્ત ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે બે અલગ અલગ દરોડામાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે આરોપીને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રથમ કાર્યવાહીમા વાંકાનેર પોલીસે વાંકાનેરના મિલપ્લોટ ચોકમાં આરોપી ઇમરાનભાઈ ગુલામભાઈ સામતાણીને જાહેરમાં વરલી મટકાના આંકડા લખતા ઝડપી લઈ વરલી મટકા સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 480 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

બીજી કાર્યવાહીમાં વાંકાનેર સીટી પોલીસે વાંકાનેર સ્ટેશન રોડ પર દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા રાજેન્દ્રસિંહ ભરતસિંહ કૈશલ્યને વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 300 સાથે પકડી લઈ જુગારધારા અન્વયે ગુન્હો નોંધ્યો હતો.

- text

- text