શનાળા નજીક દારૂના નશામાં રીક્ષા ચાલકે કાર સાથે સર્જ્યો અકસ્માત 

જાગૃત નાગરિકોએ રિક્ષાચાલકને પકડી પોલીસ હવાલે કર્યો

જુઓ વિડિયો…👇

https://youtube.com/shorts/NUqmuSa54vA?si=_Ys5n4hTUT-acrCz

મોરબી : મોરબીના શનાળા નજીક આજે સાંજના સમયે દારૂના નશામાં રીક્ષા ચાલકે કાર સાથે અકસ્માત સર્જ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે જાગૃત નાગરિકોએ તુરંત રિક્ષાચાલકને પકડી પોલીસ હવાલે કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શનાળા નજીક રાજપર ચોકડી પાસે આજે સાંજના સમયે એક રિક્ષાએ કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. બાદમાં લોકોએ આ રીક્ષા ચાલકની પૂછતાછ કરતા તેનું નામ મુકેશભાઇ લક્ષ્મણભાઈ રાકાણી હોય, તેને દારૂ પણ ઢીંચેલો હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત રિક્ષાચાલક પાસે માત્ર ટુ વ્હિલરનું જ લાયસન્સ હોવાનું જાણવા મળ્યું હતું. આ રિક્ષાચાલક વધુ અકસ્માત સર્જે તે પૂર્વે લોકોએ તેને પકડી પોલીસને હવાલે કર્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે.