સિરામિક ઉદ્યોગ માટે રાહત ! પ્રોપેન એલપીજીના ભાવમાં થશે ઘટાડો

- text


આગામી મહિને ગેસના ભાવમા પ્રતિ કીલિગ્રામે અઢીથી ત્રણ રૂપિયા ભાવ ઘટાડાના સંકેત

મોરબી : સિરામિક ક્લસ્ટર મોરબીમાં હાલમાં ઉદ્યોગકારો નેચરલ ગેસ અને એલપીજી પ્રોપેનના ગેસના ભાવ વધારાથી પરેશાન છે ત્યારે આગામી મહિને એલપીજી પ્રોપેનના ગેસના ભાવના અઢીથી ત્રણ રૂપિયા ભાવ ઘટાડાના સંકેતો મળી રહ્યા છે.

સિરામિક હબ મોરબીના ગુજરાત ગેસની મોનોપોલી સામે હાલમાં 50 ટકાથી વધુ સિરામિક ફેક્ટરીઓમાં ગુજરાત ગેસના નેચરલ ગેસના વિકલ્પે પ્રોપેન અને એલપીજી ગેસનો વપરાશ થઈ રહ્યો છે. હાલમાં પ્રોપેન ગેસ 58000 રૂપિયા એટલે કે પ્રતિ કિલોગ્રામ ગેસ 58 રૂપિયા ભાવે મળી રહ્યો છે અને કેલેરીની તુલનાએ પ્રોપેન અને નેચરલ ગેસ સરેરાશ સરખા ભાવે મળી રહ્યો હોય ઉદ્યોગકારોને બન્ને ગેસના વપરાશમાં ખાસ કોઈ ફાયદો મળતો નથી.

- text

બીજી તરફ મોરબી ગ્રીન ગેસ ઓટોમેશનના શૈલેષભાઇ ધાણજાએ જણાવ્યું હતું કે, હાલમાં નેચરલ ગેસ અને પ્રોપેન એલપીજી ગેસ સમાન ભાવે પડતર થઈ રહ્યો છે, જો કે આગામી મહિને પ્રોપેન, એલપીજી ગેસના ભાવમાં અઢીથી ત્રણ રૂપિયાનો ઘટાડો થવાની શકયતા જોતા ઉદ્યોગકારોને સો ટકા ફાયદો મળે તેવા સંકેતો મળી રહ્યા છે.

- text