દુકાન કે ગોડાઉન ભાડે આપતા પહેલા ચેતજો ! મોરબીમાં નકલી દારૂ બનાવવા માટે ગોડાઉન ભાડે આપનાર માલિકની ધરપકડ

- text


નામદાર મોરબી કોર્ટે આગોતરા જામીન અરજી રદ કરતા એલસીબી ટીમે કરી ધરપકડ

મોરબી : મોરબીના રફાળેશ્વરમા નકલી દારૂ બનાવવાની ફેકટરી ઝડપાવાની ચકચારી ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 17 આરોપીઓની ધરપકડ કર્યા બાદ દારૂ બનાવવા માટે ગોડાઉન ભાડે આપનાર ગોડાઉન માલિકની મોરબી એલસીબી ટીમે ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાંથી નકલી દારૂ બનાવવાની ફેકટરી ઝડપાવા પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર એવા ઉત્તરપ્રદેશના દિપક સુરેન્દ્ર પાંડે અને દારૂ બનાવવા માટે રો મટીરીયલ સપ્લાય કરનાર પુણે મહારાષ્ટ્રના દિનેશ જગદીશ ગોયેલ અગ્રવાલની ધરપકડ કર્યા બાદ નકલી દારૂ બનાવવા માટે ગોડાઉનની જગ્યા ભાડે આપનાર હાલ સાંગલી મહારાષ્ટ્રમાં રહેતા અરવિંદ બચુભાઇ કોરિંગાએ નામદાર મોરબી સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરતા નામદાર કોર્ટે આગોતરા જામીન અરજી રદ કરતા આરોપી ગોડાઉન માલિક અરવિંદ બચુભાઇ કોરિંગાની ધરપકડ કરી છે.

- text

આ ચકચારી બનાવને પગલે મોરબી પોલીસે મોરબી જિલ્લાના તમામ લોકોને અનુરોધ કરતા જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિને દુકાન, મકાન કે ગોડાઉન ફેકટરી જેવી મિલકત ભાડે આપતા પહેલા ભાડે મિલકત રાખનારની તમામ પાસાઓથી ચકાસણી કરવી જેથી કરીને આગળ જતા ગેરકાનૂની પ્રવૃત્તિમાં સંડોવણીથી બચી શકાય.

- text