મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની 11 પૈકી 10 બેઠકો બિનહરીફ 

- text


વાંકાનેરની બે બેઠકોમાંથી ત્રણ ફોર્મ રદ થયા, હવે એકમાત્ર વાંકાનેર-2 બેઠકમાં બે ઉમેદવારો વચ્ચે જંગ : 13મીએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ, ત્યાં સુધીમાં તમામ બેઠકો બિનહરીફ જાહેર થઈ જવાની શક્યત

મોરબી : ગુજરાતમાં એકમાત્ર મહિલાઓ સંચાલિત મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની મુદત પૂરી થતાં આગામી 29 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે. કુલ 11 બેઠકો પર ભાજપ પ્રેરિત મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા સાથે જ ચાર સામા પક્ષે પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જોકે જેમાંના ત્રણ રદ થયા છે. જેથી હવે 10 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. એટલે કે હાલ તો મહિલા દૂધ સંઘ બિનહરીફ થાય તેવું વર્તાઈ રહ્યું છે.

મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં મોરબી જિલ્લાના પાંચે પાંચ તાલુકાની બે-બે બેઠક મળી કુલ 11 સીટ પર ભાજપ પ્રેરિત ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને આજે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ હતો. જેમાં વાકાનેરમા સામા પક્ષે દાવેદારી કરનાર ચારમાંથી ત્રણ ફોર્મ રદ થયા છે. જેમાં વાંકાનેર-1માં પુષ્પાબા સહદેવસિંહ ઝાલા, હંસાબેન મુકેશભાઇ અઘેરા તથા વાંકાનેર-2માં ગૌરીબેન બીપીનભાઈ ચૌહાણનું ફોર્મ રદ થયું છે.જ્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખ 13 હોય જેથી મહિલા દૂધ સંઘ બિનહરીફ થાય તેવું ચોક્કસ પણે લાગી રહ્યું છે.

- text

હળવદ -1માં અલ્કાબા દેવેન્દ્રસિંહ રાણા, હળવદ-2માં ડાહીબેન દેવશીભાઈ દોરાળા, મોરબી-1માં સંગીતાબેન રજનીકાંતભાઈ કગથરા, મોરબી-2માં કંચનબેન વિઠલભાઈ કાલરીયા, ટંકારા-1માં ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર, ટંકારા-2માં રતનબેન ગંગારામભાઈ ભાગીયા, માળિયા -1માં ધુળીબેન દીનેશભાઈ વરૂ, માળિયા -2માં ગૌરીબેન ત્રિભુવનભાઈ મેનપરા, વાંકાનેર -1માં ભાવનાબેન ગોરધનભાઇ સરવૈયા બિનહરીફ જાહેર થઈ ગયા છે. જ્યારે વાંકાનેર-2માં જશુબેન કાળુભાઇ કાંકરેચા અને અમીનાબેન ઇસ્માઇલભાઈ પરાસરા આ બે ઉમેદવારો મેદાનમાં છે.

- text