મોરબી પાલિકાએ વધુ એક બાંધકામ મંજૂરી રદ

- text


મોરબી નવા બસ સ્ટેન્ડ સામે સરકારી સોસાયટીમાં ગેરકાયદે કોમર્શિયલ કોમ્પ્લેક્સનો વિરોધ થતા પાલિકાનું પગલું

મોરબી : મોરબીમાં ગેરકાયદેસર ખડકાતા બાંધકામ સામે પાલિકા કડક પગલા ભરી રહી હોવાનો વધુ એક કિસ્સામા નવા બસસ્ટેન્ડ સામે સરકારી સોસાયટીમાં કોમર્શિયલ બાંધકામ ખડકાય રહ્યું હોય સ્થાનિક લોકોના વિરોધને પગલે આ બાંધકામની મંજૂરી અટકાવવામાં આવી છે.

મોરબીના નવા બસ સ્ટેશન સામે આવેલી સરકારી કર્મચારી ઘર બાંધનારી મંડળી લી. ના પ્રમુખ રોહિતભાઈ કન્ઝારિયાના જણાવ્યા મુજબ સોસાયટીની સ્થાપના ૧૯૬૨માં થયેલ હોય જેમાં 24 પ્લોટ ધારકો વર્ષોથી રહેણાંક મકાનમાં રહે છે. આ સોસાયટીમા અંદાજે એકાદ મહિના પેહલા સોસાયટીના સભ્યોની જાણ બહાર બે પ્લોટમાં (પ્લોટ ન. ૧અ અને ૧બ) આસ્થા બિલ્ડર દ્વારા કોમર્સીયલ કોમ્પ્લેક્સ બનાવવાનું શરુ કરવામાં આવ્યું, જેનો સોસયટીના રહીશો દ્વારા વિરોધ નોંધાવામાં આવ્યો હતો.

- text

બીજી તરફ સ્થાનિકોના વિરોધ વચ્ચે પણ બિલ્ડરો દ્વારા કામ ચાલુ રાખવામાં આવતા સોસાયટીના સભ્યો દ્વારા કલેકટર કચેરી અને નગર પાલિકાનો સંપર્ક કરી જાણ કરવામાં આવતા ગઈકાલે ઉપરોક્ત બાંધકામ ગેરલાયક ગણાવી બાંધકામ સ્થગિત કરવાનો હુકમ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉપરોક્ત બિલ્ડર દ્વારા સોસાયટીના સાર્વજનિક પ્લોટ ને પણ નુકસાન પહોચાડવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે.

હાલમાં સોસાયટીની તરફેણમાં ઉપરોક્ત નિર્ણય આવતા સોસયટીના હોદેદારો તેમજ રેહવાસીઓએ મળેલ ન્યાયને વધાવી લઇ સરકારના તમામ અધિકારીઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

 

- text