વાંકાનેરના વઘાસીયા નજીક ખાનગી ટોલનાકુ !! તંત્રએ તપાસ શરૂ કરી

- text


ટોલનાકાની સમાંતર રસ્તો કાઢી વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદ 

મોરબી જિલ્લા અધિક કલેકટર દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસવડા પાસેથી અહેવાલ મંગાવાયો 

મોરબી : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર સરકારને નુકશાન પહોંચે તે રીતે વઘાસીયા ટોલનાકા નજીકથી ખાનગી જગ્યામાંથી રસ્તો કાઢી વાહનચાલકો પાસે ઉઘરાણા કરવામાં આવતા હોવાની ફરિયાદોને પગલે જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું છે અને સમગ્ર મામલે મોરબી જિલ્લા અધિક કલેકટર દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસવડા પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકા નજીકથી ખાનગી જગ્યામાંથી રસ્તો કાઢી કેટલાક તત્વો દ્વારા કારથી લઈ ટ્રક સુધીના વાહનો ગેરકાયદેસર રીતે પસાર કરાવી વાહનચાલકો પાસેથી ઉઘરાણા કરી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડતા હોવાના અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થતા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું હોવાની વિગતો સામે આવી છે.

- text

દરમિયાન ,મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકા નજીકથી ખાનગી વાહનોને પસાર કરાવવાના કૃત્ય અંગે અધિક જિલ્લા કલેકટર એન.એક.મુછાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, વઘાસીયા ટોલનાકાની પેરેલલ ખાનગી જમીનમાંથી વાહનો પસાર કરવા મામલે વાંકાનેર પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ વડા પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો છે અને અહેવાલ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવનાર હોવાના સંકેતો આપ્યા હતા.

- text