વાંકાનેરમાં મહિલા કોમર્સ કોલેજનો ઉદધાટન સમારોહ યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેરની દીકરીઓને કોમર્સના અભ્યાસ માટે બહારગામ જાવું ન પડે તેવા ઉમદા ધ્યેય સાથે વાંકાનેર ખાતે અમરસિંહજી કેમ્પસમાં જ મહિલા કોમર્સ કોલેજ શરૂ કરવામાં આવી છે ત્યારે ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ઈન્દુબેન લલિતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજનો ઉદધાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રખર અર્થશાસ્ત્રી પ્રોફેસર પ્રિન્સીપાલ અનેક સંસ્થાઓના સ્થાપક રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્વ. લલિતભાઈ મહેતા તથા વાંકાનેર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ વાંકાનેર નામદાર મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી તથા માનદ મંત્રી અનંતભાઈ મહેતા તથા ટ્રસ્ટીઓના અથાગ પ્રયત્નોથી વાંકાનેરની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની કારકિર્દીના ઘડતર માટે ઉચ્ચ અભ્યાસ માટે બહાર ગામ ન જવું પડે અને સલામત વાતાવરણમાં ભણી શકે તે હેતુથી અમરસિંહજી કેમ્પસમાં જ મહિલા કોમર્સ કોલેજ જૂન ૨૦૨૩ના સત્ર થી શરૂ કરવામાં આવી છે. ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ કેશરીદેવસિંહજી ઝાલા તથા માનદ મંત્રી અનંતભાઇ મહેતાએ મુખ્ય ઉદઘાટક રાજ્ય સભાના સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા દાતા પરિવાર ને આવકાર્યા હતા.આ ઉદઘાટન પ્રસંગમાં વિવિધ સંસ્થાઓના ટ્રસ્ટીઓ તથા દાતા પરિવારના સભ્યો, વિવિધ શૈક્ષણિક શાળાઓના આચાર્યો તથા વિધાર્થિનીઓ અને તેના વાલીઓએ હાજરી આપી હતી.આ કાર્યક્રમમાં વાંકાનેર નામદાર મહારાણી સાહેબા યોગિનીકુમારીજીએ ખાસ ઉપસ્થિત રહી મહિલા કૉલેજને શુભેચ્છાઓ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મહિલા કૉલેજના આચાર્યા પ્રોફેસર શીતલબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text