હળવદના સિરોઈ ખાતે હરિહર આશ્રમમાં વિશ્વકર્મા મહાપુરાણ કથાનું આયોજન 

- text


હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢના સિરોઈ ખાતે આવેલ સંત હરિહર બાપુ બાબરા ભૂતની જગ્યામાં આગામી તારીખ 28 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી વિશ્વકર્મા મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

સિરોઇ હરિહર આશ્રમ ખાતે તારીખ 28 નવેમ્બર ને મંગળવારથી 4 ડિસેમ્બરને સોમવાર સુધી વિશ્વકર્મા મહાપુરાણ કથા યોજાશે. આ કથામાં વક્તા જયંતીભાઈ શાસ્ત્રીજી (સુરેન્દ્રનગર વાળા) દરરોજ બપોરે 10 થી 12:30 અને બપોરે 2:30 થી 5:30 સુધી વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. દરેક ભક્તો માટે દરરોજ સવાર, બપોર, સાંજ મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 29 નવેમ્બર ને બુધવારે પાટાવાડી મેલડી મા બાળ મંડળ કેદારીયા દ્વારા મંડળ ભજવવામાં આવશે. 1 ડિસેમ્બરના રોજ ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાશે. જ્યારે 3 ડિસેમ્બરને રવિવારના રોજ રાત્રે સંતવાણી ભજન તથા હાસ્ય રસનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ કથા દરમિયાન અતિથિ વિશેષ તરીકે ગુરુ મેરરદાસ બાપુ (ઉદાસી), હરિવંશદાસ બાપુ-હરિહર શિરોઈ અને ભીમદાસ બાપુ ઉપસ્થિત રહેશે.

- text

- text