મોરબી અપડેટ આયોજિત રંગોળી અને વેલકમ ડ્રિન્ક્સ સ્પર્ધાની નોંધણી માટે છેલ્લા બે દિવસ

 

તા.9 ના રોજ ઉમિયા સર્કલ નજીક ડોલ્સ એન્ડ ડ્યુડ્સ શાળા, ગાંધીનું કારખાનામાં યોજાશે સ્પર્ધા : ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન નિઃશુલ્ક : વિજેતા સ્પર્ધકોને સોનાના ઇનામો અપાશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા આગામી તા. 09 નવેમ્બરને ગુરુવારે ઉમિયા સર્કલ નજીક ડોલ્સ એન્ડ ડ્યુડ્સ શાળા (ગાંધીનું કારખાનું) ખાતે રંગોળી અને વેલકમ્ ડ્રિન્ક્સ સ્પર્ધાનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નોંધણી કરાવવા માટે હવે છેલ્લા 2 દિવસ બાકી રહ્યા છે.

રંગોળી અને વેલકમ ડ્રિન્ક્સ સ્પર્ધામાં મોરબી જિલ્લાની કોઈ પણ મહિલા વિનામૂલ્યે ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમજ 1થી 3 વિજેતા સ્પર્ધકોને આકર્ષક ઇનામો આપીને સન્માનીત કરાશે.


રંગોળી સ્પર્ધાના નિયમો

મોરબી અપડેટ આયોજિત રંગોળી સ્પર્ધામાં ભાગ લેનારે સ્પર્ધાના સ્થળે ત્રણ કલાકની સમય મર્યાદામાં પોતે એકલાએ રંગોળી બનાવવાની રહેશે. અન્ય વ્યક્તિની મદદ નહીં લઈ શકાય. રંગોળી માટેના કલરો, જરૂરી સાધનો તેમજ અન્ય જરૂરી વસ્તુઓ સ્પર્ધકે પોતાના ખર્ચે લાવવાના રહેશે. રંગોળીની સાઈઝ 4×4 ફૂટની ફિક્સ રાખવાની રહેશે.

રંગોળી સ્પર્ધા તા. 9નવેમ્બરના રોજ ઉમિયા સર્કલ નજીક ડોલ્સ એન્ડ ડ્યુડ્સ શાળા ખાતે યોજાશે. બપોરે 2 વાગ્યે રંગોળી સ્પર્ધા શરૂ થશે. જેમાં સ્પર્ધકે 1.45 વાગ્યા સુધીમાં સ્થળ પર પહોચી જવાનું રહેશે અને બપોરે 2 થી 5 વાગ્યા સુધીમાં 3 કલાકના સમયગાળામાં રંગોળી બનાવવાની રહેશે. સ્પર્ધાના જજ રંગોળીનું નિરીક્ષણ કરી પરિણામ નક્કી કરશે. ત્યાર બાદ વિજેતાનો સન્માન સમારોહ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે. અને સ્પર્ધા પૂર્ણ થયા બાદ તમામ લોકો માટે રંગોળીનું પ્રદર્શન ખુલ્લું મુકાશે જેમાં કોઈ પણ લોકો સ્પર્ધામાં રજૂ થયેલી રંગોળી જોઈ શકશે.


વેલકમ ડ્રિન્ક્સ સ્પર્ધાના નિયમો

રંગોળી સ્પર્ધાની સાથે દિવાળી પર મહેમાનો માટે બનાવતા વેલકમ ડ્રિન્ક્સની સ્પર્ધા પણ રાખવામાં આવી છે. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાની કોઈ પણ મહિલા વિના મૂલ્યે ભાગ લઈ શકશે. વેલકમ ડ્રિન્ક્સ સ્પર્ધામાં બેહનોએ તા.9એ સ્પર્ધાના સ્થળ ડોલ્સ એન્ડ ડ્યુડ્સ શાળાએ સાંજે 4 વાગ્યે ઘરેથી વેલકમ ડ્રિન્ક્સ બનાવીને લઇ આવવાનું રહેશે. ઘરે બનાવેલા વેલકમ ડ્રિન્ક્સ જ માન્ય રહેશે.


સ્પર્ધામાં ભાગ લેવા તા.6 પહેલા રજીટ્રેશન કરાવવું ફરજિયાત

સ્પર્ધામાં ભાગ લેવા માટે 6 નવેમ્બર પેહલા રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજિસ્ટ્રેશન માટે
નિરાલી વિડજા મો.નં.8141680092,
ધરતીબેન બરાસરા મો.નં.9825941704,
મયુરીબેન કોટેચા મો.નં.9275951954, નો સંપર્ક કરવાનો રહેશે.

રજિસ્ટ્રેશન માટે ઉપરના નંબર પર વોટ્સએપમાં પૂરું નામ અને સ્પર્ધાનું નામ લખીને મેસેજ કરવનો રેહશે.