મોરબીમાં સ્ટોરી રાઈટીંગ, પોસ્ટર મેકીંગ, ફોટોગ્રાફી અને ડેકલેમેશન સ્પર્ધા યોજાશે 

- text


સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુંકોએ 3 નવેમ્બર સુધીમાં ફોર્મ ભરી દેવાનું રહેશે

મોરબી : રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત જિલ્લા કક્ષા સ્ટોરી રાઈટીંગ, પોસ્ટર મેકીંગ, ફોટોગ્રાફી અને ડેકલેમેશન સ્પર્ધા યોજાશે. જેમાં ભાગ લેનાર ઈચ્છુક ઉમેદવારોએ તારીખ ૩ નવેમ્બર ૨૦૨૩ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન ફોર્મ ભરી જમા કરાવવાનું રહેશે.

- text

આ સ્પર્ધાની થીમ ‘યુથ એઝ અ જોબ ક્રીએટર’ રહેશે. તેમજ સ્પર્ધામાં ૧૫ થી ૨૯ વર્ષની વય ધરાવતા યુવકો અને યુવતીઓ ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ સાદા કાગળમાં પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, સ્પર્ધાનું નામ વગેરે જેવી વિગતો સાથે આધારકાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે રાખી તા. ૦૩/૧૧/૨૦૨૩ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂમ નં.૨૩૬/૨૫૭, ૨જો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ૩૬૩૬૪૨ ફોન નં. ૦૨૮૨૨ ૨૪૧૮૪૪ ખાતે જમા કરવાના રહેશે. તા. ૦૩-૧૧-૨૦૨૩ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text