મોરબીમાં મુસ્લિમ શખ્સ સગીરાને ઉઠાવી ગયો

- text


સગીરાને લગ્નની લાલચે ઉઠાવી ગયાની માતાએ ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીમાં લવ જેહાદ જેવા કિસ્સાઓ અવાર-નવાર બનતા રહે છે ત્યારે મોરબી શહેર વિસ્તારમાંથી મુસ્લિમ શખ્સ 16 વર્ષને 4 મહિનાની ઉંમરની સગીરાને લગ્નની લાલચે અપહરણ કરી જતા ભોગ બનનાર પરિવાર દ્વારા મુસ્લિમ શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેર વિસ્તારમાં રહેતા પરિવારની 16 વર્ષને 4 મહિનાની ઉંમરની સગીરાને રોહિદાસપરા ચાર ગોડાઉન નજીક રહેતો સાહિલ અલ્યાસ કટિયા નામનો શખ્સ ગત તા.09/10/2023ના રોજ કાયદેસરના વાલીપણામાંથી લગ્નની લાલચ આપી બદકામ કરવાને ઇરાદે અપહરણ કરી જતા આ ગંભીર બનાવ અંગે ભોગ બનનાર સગીરાની માતાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text