હળવદ યાર્ડમાં કપાસ વેચવા ગયેલા ખેત મજૂરનું અજાણ્યા વાહન હડફેટે મૃત્યુ 

- text


યાર્ડમાં કપાસ વેચી હોટલમાં જમવા જવા રસ્તો ઓળંગવા જતા અજાણ્યા વાહને કચડી નાખ્યા 

હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશ જાબુઆ જિલ્લાના વતની ખેતમજુર હળવદ યાર્ડમાં કપાસ વેચવા ગયા બાદ હોટલે જમવા જવા રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહી જગાભાઇ પસવાભાઇની વાડીયે ભાગમાં વાડી વાવી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશ જાબુઆ જિલ્લાના વતની રાજુભાઇ ભુરીયા ગત તા.10ના રોજ વાડી માલિક સાથે હળવદ યાર્ડ ખાતે રાત્રીના સમયે કપાસ વેચવા માટે ગયા હતા અને યાર્ડમાં કપાસનો ઢગલો કરી હોટલે જમવા જવા માટે રસ્તો ઓળંગવા જતા હળવદ-ધ્રાંગધ્રા હાઇવે રોડ, માર્કેટીંગ યાર્ડ સામે અજાણ્યા વાહને રાજુભાઈ ભૂરિયાને હડફેટે લેતા માથામાં ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પત્ની અનિતાબેન રાજુભાઈ ભૂરિયાની ફરિયાદને આધારે હળવદ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text