હળવદના તલાટી રાષ્ટ્રીય કક્ષાએ કુસ્તી સ્પર્ધામાં પસંદગી પામ્યા

- text


રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવતા હવે રાષ્ટ્રીય કક્ષાએ કૌવત બતાવશે

હળવદ : તાજેતરમાં જ અખિલ ભારતીય મુલ્કી સેવા કુસ્તી સ્પર્ધા 2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધાનું રાજ્ય કક્ષાએ ગાંધીનગરના માણસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફ્રી સ્ટાઈલ 77 કે.જી વજન કેટેગરીમાં રાજ્ય કક્ષાએ હળવદના તલાટી મંત્રી મને મુળ ધાંગધ્રાના થરા ગામના જામાભાઈ વેલાભાઇ ભરવાડ પ્રથમ આવ્યા હતા.જેથી તારીખ 15 થી 18 ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય કક્ષાએ દિલ્હી ખાતે ભાગ લેવા જશે.

ઉલ્લેખની છે કે જામાભાઈ ગયા વર્ષે પણ કુસ્તી સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ ચંદીગઢ ખાતે ભાગ લેવા માટે ગયા હતા. તેઓ અગાઉ સ્કૂલ ગેમમાં રાષ્ટ્રિય કક્ષાએ, યુનિવર્સિટીમાં ઝોન કક્ષાએ અને ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ ભાગ લીધેલો છે.

- text

- text