વરડુસર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ નવા ગીતનું સર્જન કર્યું

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાની જામસર સી.આર.સીની વરડુસર પ્રાથમિક શાળામાં ધો. 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સારલા કિરણ હંસરાજભાઈનું નવું ગીત ‘વરડુસર ધામે બેઠા રે વરૂડીને જોયા’ ચામુંડા સ્ટુડીયો પલાસ ચેનલ પરથી રીલીઝ કરવામાં આવ્યું હતું.

વરડુસર પ્રાથમિક શાળામાં ધો. 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સારલા કિરણ હંસરાજભાઈના ગીતના લોન્ચિંગ કાર્યક્રમમાં સારલા કિરણના ગુરૂ તરીકે જાણીતા વિજવાડિયા કિરીટભાઈનું જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ અને એસએમસી અધ્યક્ષ પંચાસરા અશોકભાઈ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે શાળાના આચાર્ય પંકજભાઈ ઘામેચા દ્વારા સારલા કિરણને સરસ્વતીનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ ઉત્કૃષ્ટ ગીત ગાવા બદલ સારલા કિરણે વાંકાનેર તાલુકાની છેવાડાની જામસર સીઆરસી તેમજ વરડુસર પ્રા.શાળાનું ગૌરવ વધાર્યું છે.

- text

- text