બોલો લ્યો ! સરપંચે સરકારી બાંધકામ તોડી પાડયાનો આરોપ

- text


હળવદના નવા ઘનશ્યામગઢ ગામે સરપંચે મંજૂરી લીધા વગર રસ્તો, દીવાલ તોડી પાડયાની ટીડીઓને રજુઆત

હળવદ : હળવદના નવા ઘનશ્યામગઢ ગામે સરપંચે મંજૂરી લીધા વગર કામોને તોડી પાડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં જાગૃત નાગરિકે ટીડીઓને રજુઆત કરી ગેરકાયદે તોડી પાડેલા પાણીના સંપની કંપાઉન્ડ વોલ અને સીસીરોડના કામોની યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

હળવદના નવા ઘનશ્યામગઢ ગામે રહેતા રમેશભાઈ સુરાણીએ હળવદ તાલુકાના ટીડીઓને રજુઆત કરી હતી કે, હળવદના નવા ઘનશ્યામગઢ ગામે 15માં નાણાંપંચ હેઠળ કામો કરવામાં આવ્યા હતા. જેમાં પાણીના સંપની કંપાઉન્ડ વોલ અને ટિકર રોડથી પાણીના સંપ સુધીનો સીસીરોડ મંજુર કરીને આ કામો કરવામાં આવ્યા હતા. ત્યારે આ કામોને સરપંચે વહીવટી તંત્ર પાસેથી મંજૂરી લીધા વગર આપખુદશાહી આપનાવીને તોડી પાડ્યા છે. આથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

- text

- text