મોરબીમાં તમામ રૂટ ઉપર સિટી બસ દોડવા લાગી

- text


સસ્તી સીટી બસનો વધુને વધુ લોકો લાભ લઈ રહ્યા છે

મોરબી : મોરબી નગરપાલિકા સંચાલિત સિટી બસ ફરીથી શરૂ થઈ છે. તમામ બસો શહેર અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં દોડવા લાગી છે. વધુને વધુ લોકો પણ સિટી બસનો લાભ લેવા લાગ્યા છે. જો કે આ સિટી બસો શરૂ કરી ત્યારે રૂટ નક્કી ન હતા પણ હવે સિટી બસના તમામ રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

મોરબી સિટી બસ સેવા નક્કી થયેલા રૂટ મુજબ સિટી બસ નંબર 1 ગાંધીચોકથી લજાઈ સુધી સવારથી સાંજ સુધી 6 જેટલા આવન જાવનના ફેરા કરશે. ગાંધીચોકથી લજાઈ સુધીમાં ત્રણ બસ દોડી રહી છે. બીજી બસ પણ લજાઇ સુધી જશે. ત્રણ બસ લજાઈ સુધી મૂકીને ગાંધીચોકથી નવા ગામ સુધી એક બસ દોડી રહી છે. ગાંધીચોકથી એક બસ રફાળેશ્વર સુધી મૂકવામાં આવી છે. આ બસના છ જેટલા ફેરા કરશે. ગાંધીચોકથી ધરમપુર ગામ સુધી નવ નંબરની બસ મુકવામાં આવી છે. ગાંધીચોકથી ઘુંનડા-રવાપર રોડ પર એક બસ દોડવામાં આવી છે. આ રીતે 9 જેટલી સિટી બસ કાર્યરત છે.

- text

સાથે જ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કબીરધામ ખાતે મોરારીબાપુની હાલ રામકથા ચાલી રહી છે. કથા સ્થળ શહેરથી દુર હોય મોરબીના લોકોને કથામાં જવા માટે અગવડતા ન પડે તે માટે બસો મૂકવામાં આવી છે અને બસો 5 રૂપિયા કે 10 રૂપિયાના નજીવા દરે દોડી રહી છે. આ બસોનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે. નજીવા દરે બસો દોડતી હોવાથી લોકો પણ સિટી બસમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને જે લોકો દરરોજ અપડાઉન કરી રહ્યા છે તેઓ માટે આ સિટી બસ સેવા આશીર્વાદ સમાન છે.

- text