હળવદનો બ્રાહ્મણી-2 ડેમ છલકાયો, 1 દરવાજો ખોલાયો

- text


મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો હોવાની વચ્ચે હળવદનો બ્રાહ્મણી-2 ડેમ છલકાયો છે .આથી આથી આ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને ડેમ હેઠવાસ ગામોને એલર્ટ કરાયા છે

- text

હળવદનો બ્રાહ્મણી-2 ડેમ પૂર્ણ સપાટીએ ભરાય ગયો છે. આથી આ ડેમનો એક દરવાજો 0, 15 મીટર ખોલવામાં આવ્યો છે. આ ડેમના હાલ 600 ક્યુસેક પાણી આવક સામે 656 ક્યુસેક પાણીની જાવક રહી છે. તેથી હળવદ પંથકના ડેમ હેઠવાસના 11 ગામોને એલર્ટ કરી નદીમાં અવરજવર નહિ કરવાની સુચબા આપવામાં આવી છે.

- text