આંગણવાડીના બાળકોને ભોજન કરાવી જન્મ દિવસ ઉજવતા યંગ ઇન્ડિયા ગ્રુપના સદસ્ય

- text


મોરબી : મોરબીનું યંગ ઈન્ડિયા ગૃપ દ્વારા અનેક સમાજ સેવાના કાર્ય કરવામાં આવે છે ત્યારે ગૃપના સભ્ય દિલીપભાઈ દલસાણિયાના પુત્ર સંવિધાનના જન્મદિવસે આંગણવાડીના બાળકોને ભોજન કરાવી જન્મ દિવસની સેવામય રીતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

- text

યંગ ઈન્ડિયા ગૃપની મુહિમ લોહીમાં છે માનવતા સૂત્ર મુજબ ગ્રુપના સદસ્ય દિલીપભાઈ દ્વારા પોતાના પુત્રના જન્મ દિવસના અવસરે પોતાના જીવનનું 36મી વખત રક્તદાન કરવામાં આવ્યું હતું તેમજ સરકારી શાળા અને આંગણવાડીના બાળકોને મનભાવતું ભોજન કરાવીને પુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

- text