ચકમપર ગામે ગૌચરમાં દબાણ કરનારાઓને 100 ચોરસવારના પ્લોટ ન આપવા સરપંચની રજુઆત 

- text


સરપંચ દ્વારા ગૌચરમાં દબાણ કરનારા લોકોની કુંડળી ટીડીઓ સમક્ષ લેખિતમાં રજુઆત કરાઈ 

મોરબી : મોરબીના ચકમપર ગામે ગૌચરની જમીનમાં રહેણાંક મકાન બનાવી નાખનારા દબાણકારોના દબાણ ઉપર નામદાર હાઇકોર્ટના આદેશ બાદ બુલડોઝર ફેરવી દેવાયા બાદ ચકમપર ગામના મહિલા સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી આ દબાણ કરનારાઓને અગાઉ સરકારની 100 ચોરસવાર યોજનામાં પ્લોટ મળ્યા હોય જે વેચી નાખતા આગામી સમયમાં આ યોજનાનો લાભ ન આપવા ધ્યાન દોરવામાં આવ્યું હતું.

- text

ચકમપર ગ્રામ પંચાયતના સરપંચ વિજયાબેન ધનજીભાઈએ ટીડીઓને લેખિત પાત્ર પાઠવી સ્ફોટક વિગતો આપતા જણાવ્યું હતું કે ચકમપર ગામે ગૌચરની જમીનમાં રહેણાંક મકાન બનાવવાની સાથે ગૌચરની જમીનમાં લીંબુડીનો બગીચો બનાવનાર અસામીઓએ અગાઉ સરકાર દ્વારા આપવામાં આવેલ 100 ચોરસવારના પ્લોટમાં મકાન બનાવી વેચી નાખ્યા હોય ભવિષ્યમાં અન્ય ગામમાં પણ 100 ચોરસવાર યોજનાનો લાભ ન આપવા જણાવી આ માથાભારે લોકો હોવાનું જણાવી મોરબી જિલ્લામાથી હદપાર કરવા રજુઆત કરી હતી.

- text