હળવદ : ધસમસતા પાણી વચ્ચે બાળકોને ટ્રેકટરમાં બેસાડીને સ્કૂલેથી ઘરે પહોંચાડ્યા

- text


હળવદના જુના ઇસનપુર ગામે વોકળો બે કાંઠે વહેતો હોય ટ્રેકટરમાં બધા બાળકોને બેસાડીને કેડ સમાણાં પાણીમાં લઈ જવાયા

હળવદ : હળવદના જુના ઇશનપુર ગામે વરસાદને પગલે વોકળો બે કાંઠે વહેતો હોય અને પાણીનો પ્રવાહ ન ઘટતા સ્કૂલેથી ઘરે જવા આવેલા બાળકો વોકળા પાસે ફસાયા હતા. આથી બાળકોને ટ્રેકટરમાં બેસાડી જ વોકળાના કેડ સમાંણાં પાણીમાં ઘરે પહોંચાડ્યા હતા.

હળવદના જુના ઇશનપુર ગામે આવતો વોકળો વરસાદને કારણે બે કાંઠે વહ્યો હતો. આથી ગામમાંથી બહાર કે ગામની અંદર કોઈ આવી ન શકે તેવી પરિસ્થિતિ વચ્ચે આ જૂનું ઇશનપુર ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. દરમિયાન આ ગામથી સવારે બાળકો સ્કૂલવાનમાં સ્કૂલે ગયા હતા અને સ્કૂલેથી આજે બપોરે ઘર તરફ આવ્યા ત્યારે ગામની વચ્ચે આવતા વોકળામાં કેડ સમાણાં પાણી ભરેલા હોય અને ધસમસતા વહેણમાં બાળકો ચાલી શકે તેમ ન હોય અને વાહન પણ નીકળી શકે એમ ન હોવાથી આ બાળકો વોકળાને પેલે પાર અટવાયા હતા. પરંતુ બાદમાં બધા બાળકોને ટ્રેકટરમાં બેસાડી કેડ સમાણાં પાણીમાં જીવના જોખમે પાણી વચ્ચે લઈ જઈને ઘરે પહોંચડાયા હતા.

- text

- text