હળવદ : પ્રા. આ. કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

- text


હળવદ : સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા “સેવા પખવાડા 2023″ની ઉજવણી કરવામાં આવી રહી હોય તાલુકા હેલ્થ ઓફિસ હળવદ હેઠળ આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આજરોજ 17 સપ્ટેમ્બરના રોજ સેન્ટરની સાફ સફાઈ તેમજ લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કાર્ય દ્વારા “સ્વછતા હિ પ્રભુતા”નો સંદેશો આપવામાં આવ્યો હતો.

આ તકે લોકોને સ્વચ્છતાના શપથ લેવડાવી તેમજ આરોગ્ય કર્મચારી દ્વારા જૂથ ચર્ચા અને ગ્રામ પંચાયતના સહકાર થકી લોકોને અપીલ કરવામાં આવી હતી કે આગામી સમયમાં જે લોકો પાત્રતા ધરાવે છે અને જેમને હજુ આ ખુબજ અને જરૂરી એવા આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડ કઢાવવાના બાકી હોય તો તેવો વહેલી તકે નજીકની ગ્રામ પંચાયત અને હેલ્થ વેલનેસ સેન્ટર ખાતે જઈ પોતાનું કાર્ડ કઢાવી લે જેથી ભવિષ્યમાં આરોગ્યલક્ષી જોખમનો સામનો કરી શકાય એને લોકોનું આરોગ્ય જળવાઈ રહે. આમ ડી.ડી.ઓ અને CDHOના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસ હળવદ હેઠળ આવતા વિવિધ સેન્ટરો દ્વારા સ્વચ્છતા અને આરોગ્યના સમન્વય થકી લોક કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

- text

- text