એથ્લેટિક્સ સ્પર્ધામાં સ્વામિનારાયણ ગુરુકુલ મોરબીના વિદ્યાર્થીઓ ઝળક્યા

- text


મોરબી : 67મી શાળાકીય SGFI મોરબી જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં સ્વામિનારાયણ ગુરુકુલ મોરબીના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.

જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં અન્ડર 14 200 મીટરમાં રાઠોડ મયંક પ્રથમ નંબર અને 100 મીટરમાં બીજો નંબર મેળવીને સ્વામિનારાયણ ગુરુકુલનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત અન્ડર 19મા ચાડમીયા પૂર્વાંગે બરછી ફેકમાં પ્રથમ નંબર અને 200 મીટર અને 400 મીટરમાં ખોડા હર્ષ બીજા નંબરે આવીને સ્વામિનારાયણ ગુરુકુલનું નામ રોશન કર્યું છે.

નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ વિદ્યાર્થીઓને દંતેસરીયા પ્રવીણભાઈ દ્વારા રમતગમત માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સિદ્ધિ મેળવવા બદલ સ્વામિનારાયણ ગુરુકુલના વ્યવસ્થાપક સ્વામી નિર્ગુણ જીવનદાસ તથા ગુણસાગર સ્વામી, આચાર્ય અલ્પેશ ચારોલા, કેમ્પસ ડાયરેક્ટર જીગ્નેશભાઈ કલસરિયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.

- text

- text