મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં ચિત્ર પ્રદર્શન યોજાયું

- text


વિવિધ યોજનાના કાર્ડ કાઢી આપવામાં આવશે

મોરબી : મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય કેન્દ્રીય સંચાર બ્યુરો, ફિલ્ડ ઓફિસ ભુજ દ્વારા ઇન્ટ્રીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટ રિચ પ્રોગ્રામ અંતર્ગત ભારત સરકારનાં નવ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અને પોષણ માહ અગેનું ભવ્ય ચિત્ર પ્રદર્શન અને આનુષંગિક કાર્યક્રમનુ ઉદ્ઘાટન મોરબી કલેકટર જી.ટી પંડ્યાનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ તકે પોતાના પ્રસંગોચિત વકતવ્યમાં મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે, ભારત સરકારની વિવિધ લક્ષી કલ્યાણકારી યોજના અંગે તલ સ્પર્શી માહિતી આપતા ભારત સરકારનાં કેન્દ્રીય સંચાર બ્યૂરો ભુજ આયોજિત પ્રેરક ત્રિ-દિવસીય આયોજન મોરબીનાં આંગણે કરવામાં આવ્યું છે. જેનો મોરબીના નાગરિકો બહોળા પ્રમાણમાં લાભ લે. તેમજ ઉચ્ચ કારકિર્દી લક્ષી સચોટ માહિતી અને માર્ગદર્શન આપતા સુંદર પ્રદર્શનને બિરદાવ્યું હતું.

આ પ્રસંગે વિવિધ હરીફાઈઓ અને સરકાર દ્વારા આભા કાર્ડ, પ્ર.મંત્રી આયુષમાન ભારત કાર્ડ, આધાર કાર્ડ, મિલેટ્સ અને પોષણ મહા વગેરે કાર્યક્રમ અનુલક્ષી વિશેષ આયોજન અને વિદ્યાર્થીઓ માટે કારકિર્દીલક્ષી શિક્ષણનાં સત્વ રૂપ ભારત સરકારની વિવિધલક્ષી માહિતી આપતી બુક્લેટ્સનું પણ નિઃશુલ્ક વિતરણ કરાયું હતું.

આ તકે મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ પણ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને બિરદાવ્યો હતો. આ આયોજન બદલ સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત યુ.એન.મહેતા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ કે.આર. દંગી અને ટ્રસ્ટીએ અભિનંદન આપ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સરકારનાં વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને આરોગ્ય, સુખાકારી, આયુષ, આભા કાર્ડ, આંગણવાડી બહેનો, આઇ.સી.ડી.એસ. ઉપક્રમે પોષણ માસની પ્રેરક ઉજવણી સહિત પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ, ઝીરો થી પાંચ વર્ષનાં બાળકો માટે આધાર કેમ્પનાં આયોજનનો બહોળા પ્રમાણમાં લાભ લેવા ક્ષેત્રીય પ્રચાર અધિકારી કમલેશ મહેશ્વરી અને ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે..

- text

- text