મોરબીની રવિરાજ ચોકડી નજીક દેશી દારૂ ભરેલી ઓટો રીક્ષા ઝડપાઇ 

- text


મોરબી : મોરબી – માળીયા હાઇવે રોડ ઉપર રવિરાજ ચોકડી નજીક બ્રિજ ઉપરથી મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે GJ-36-U-3069 નંબરની રીક્ષા અટકાવી તલાસી લેતા રીક્ષા ચાલક જુસબભાઇ કાદરભાઇ ભટ્ટી રહે. રણછોડનગર, નિધીપાર્કની બાજુમાં, વીસીપરા, મોરબી વાળાના કબ્જામાંથી 140 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે કુલ મળી 72,800નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે રીક્ષા ચાલક જુસબભાઇ કાદરભાઇ ભટ્ટીની પૂછપરછ કરતા દેશી દારૂનો આ જથ્થો માળિયાના અનવરભાઇ જાનમામદભાઇ મોવર પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી રીક્ષા સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

- text