વાંકાનેર નર્સરી ચોકડી પાસે દારૂ ભરેલી છકડો રિક્ષાની પલ્ટી, દારૂની રેલમછેલ 

- text


વાંકાનેર : વાંકાનેર નર્સરી ચોકડી પાસે સર્વિસ રોડના ડીવાઈડર ઉપર દેશી દારૂ ભરેલી છકડો રીક્ષા પલ્ટી મારી જતા રોડ ઉપર દારૂની રેલમછેલ થતા રીક્ષા ચાલક રીક્ષા રેઢી મૂકી નાસી જતા પોલીસે રીક્ષા સહિતનો મુદામાલ કબ્જે કરી નાસી ગયેલ નંબર પ્લેટ વગરની રીક્ષા ચાલકની શોધખોળ શરૂ કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નજીક નર્સરી ચોકડી પાસે સર્વિસ રોડના ડીવાઈડર ઉપર દેશી દારૂ ભરેલી છકડો રીક્ષા પલ્ટી મારી જતા નંબર પ્લેટ વગરની રીક્ષાનો ચાલક રીક્ષા રેઢી મૂકી નાસી ગયો હતો, બનાવની જાણ વાંકાનેર પોલીસને થતા સ્થળ ઉપરથી 150 લીટર દેશી દારૂ અને 30 હજારની કિંમતની છકડો રીક્ષા કબ્જે કરી કુલ 33,000નો મુદામાલ કબ્જે કરી અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ ચેસીસ નંબરને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text