મોરબીના એવન્યુ પાર્કમાં રેહણાંકમાં જુગારધામ ઝડપાયું 

- text


મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલા એવન્યુ પાર્કમાં રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી સુનીલભાઈ જેઠાલાલભાઈ પુજારાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા જુગાર રમી રહેલા આરોપી સુનીલભાઈ જેઠાલાલભાઈ પુજારા, કિશોરભાઈ ચંદુભાઈ રૂપારેલ, અજયભાઈ મહેશભાઈ દવે અને હિતેષભાઈ હર્ષદભાઈ મહેતા તીનપતિનો જુગાર રમતા રંગે હાથ પકડાઈ ગયા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂપિયા 41,000 કબ્જે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text