શક્ત શનાળામાં રહેણાંક મકાનમાંથી ૫૬ હજારનો દારૂ ઝડપાયો

- text


એ ડિવિઝન પોલીસની કાર્યવાહી : એકની ધરપકડ, અન્ય એકની શોધખોળ

મોરબી : મોરબીના શક્ત શનાળામાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો સંગ્રહ કરી તેનું વેચાણ ચાલતું હોય એ ડિવિઝન પોલીસે દરોડો પાડી રૂ. ૫૬ હજારનો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. સાથે એક શખ્સની ધરપકડ કરી છે. જ્યારે બીજા એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડીવીઝન ટીમને બાતમી મળેલ કે દિગ્વીજયસિંહ છત્રસિંહ જાડેજા તથા ધનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા રહે.બંને મોરબી શકત શનાળા નીતીનનગર વાળાઓ પોતાના રહેણાંક મકાને ઇગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે. જેના આધારે રેઇડ કરતા આરોપીના રહેણાંક માથી ઇગ્લીશદારૂ ની બોટલ નંગ- ૧૦૦ કિ.રૂ.૫૬,૮૦૦/- નો મુદામાલ મળી આવતા તેમજ દારૂના હેરફેરમાં ઉપયોગમાં લેવાતી ક્રેટા કાર કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી આવતા કુલ રૂ.૨,૫૬,૮૦૦/- નો મુદામાલ કબ્જે કરવાની સાથે ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા રહે.નીતીનનગર શકત શનાળાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- text

આ કામગીરીમાં પીઆઇ એચ.એ.જાડેજા, એ.એસ.આઇ આર.પી.રાણા, પો.હેડ કોન્સ. એ.પી.જાડેજા, કિશોરભાઇ મિયાત્રા, ચકુભાઇ કરોતરા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, સિધ્ધરાજસિંહ જાડેજા, અરજણભાઈ ગરીયા, હિતેષભાઇ ચાવડા, સિધ્ધરાજભાઇ લોખીલ તથા પુનમબેન ચૌધરી રોકાયેલ હતા.

- text