ઇન્ડિયા બનશે ભારત ! 

- text


સંસદના વિશેષ સત્રમાં સરકાર દેશનું નામ બદલવાનો પ્રસ્તાવ લાવે તેવી શક્યતા 

મોરબી : ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર સંસદના વિશેષ સત્ર દરમિયાન ઇન્ડિયાનું નામ બદલીને ભારત રાખવાનો નવો પ્રસ્તાવ લાવી શકે છે. લાંબા સમયથી ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરવા તૈયારીઓ ચાલી રહી છે.

ડિસેમ્બર 2022માં ગુજરાતના આણંદના ભાજપના સાંસદ મિતેશ પટેલે લોકસભામાં સપ્ટેમ્બર 1949માં બંધારણ સભા દ્વારા ચર્ચા કર્યા મુજબ ઇન્ડિયાનું નામ બદલીને ‘ભારત’ અથવા ‘ભારતવર્ષ’ કરવા અંગે એક પ્રશ્ન ઉઠાવ્યો હતો. પટેલે દાવો કર્યો હતો કે ‘ઇન્ડિયા’ એ ‘ગુલામી’નું પ્રતીક છે, જેને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ નામ આપ્યું હતું.

- text

નોંધનીય છે કે, નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા ‘અમૃત કાલ’ દરમિયાન દેશના લોકોને ‘ગુલામી માનસિકતા’ અને આવી માનસિકતા સાથે સંકળાયેલા કોઈપણ તત્વોથી મુક્ત કરવા પર ભાર મૂકી રહી છે. બંધારણમાંથી ‘ઇન્ડિયા’ શબ્દ હટાવવાની યોજના, આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ દાવો કર્યો કે પ્રસ્તાવને લગતી તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે 18-22 સપ્ટેમ્બર સુધી યોજાનાર સંસદના વિશેષ સત્રમાં સરકાર ‘ઇન્ડિયા’ શબ્દને હટાવવાના પ્રસ્તાવ સાથે સંબંધિત બિલ રજૂ કરી શકે છે.

- text