અગરિયાઓને રણમાં જતાં રોકવામાં આવતા અધિકારીઓ સાથે ઘર્ષણ ! 

- text


કુડા રણમાં ટ્રેક્ટર સાથે સર સામાન લઈને મીઠું પકવવા જતા 200 જેટલા અગરિયાઓને એસઆરપી દ્વારા અટકાવાયા

હળવદ : પાછલા થોડા મહિનાઓથી અગરિયાઓને અધિકારીઓ કનડગત કરતા હોવાને લઈ તાલુકા,જિલ્લા તેમજ ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી છે.હવે રણમાં મીઠું પકવવાની સીઝન ચાલુ થવાના દિવસો બાકી રહ્યા નથી ત્યારે અગરકાર્ડ ધરાવતા અગરિયાઓને જ આ સિઝનમાં રણમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જોકે વર્ષોથી મીઠું પકવે છે અને અગરકાર્ડ નથી તેવા પરિવારોને રણમાં જતા રોકવામાં આવી રહ્યા હોય જેથી અગરિયા પરિવારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

બે દિવસ પહેલા જ કચ્છના નાના રણને અડીને આવતા અને રણમાં પ્રવેશ કરવાના રસ્તાઓ પર એસઆરપીના જવાનો પેટ્રોલિંગ માટે મૂકી દેવામાં આવ્યા છે.જેથી રણમાં ગેરકાયદે રીતે કોઈ પણ પ્રવેશ કરી શકે નહીં.જોકે દર વર્ષની માફક આ વર્ષે પણ કુડા નજીક વન વિભાગની ચેકપોસ્ટથી નવી સિઝનનું મીઠું પકવવા જતા 200 જેટલા આગરીયાઓ રણમાં જઈ રહ્યા હતા ત્યારે તેઓને એસઆરપીના જવાનો દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને રણમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.જેના કારણે વાતાવરણ lપણ થોડી વાર માટે તંગ બની ગયું હતું.

વન વિભાગ દ્વારા જે અગરિયાઓ પાસે અગરકાર્ડ છે તેઓને જ આ સિઝનમાં અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવશે તેવું જાહેર કર્યું છે.તો તેની સામે અગરીયા પરિવારોએ પણ જણાવી રહ્યા છે કે ત્રણ- ચાર પેઢીથી રણમાં મીઠું પકવતા હોવા છતાં પણ અમારી પાસે અગરકાર્ડ નથી એટલે અમને રણમાં પ્રવેશ દેવામાં આવતો નથી.બીજી તરફ રાજકીય lઆગેવાનોને રજૂઆતો કરીએ તો તેઓ કહિ રહ્યા છે કે આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ આવી જશે. જોકે હવે જોવાનું એ છે કે વર્ષોથી મીઠું પકવતા અગરિયાઓની રજૂઆતો સરકાર ક્યારે સાંભળે છે.?

- text

- text