મોરબી નગરપાલિકા દ્વારા કાલે શુક્રવારથી 11 સીટી બસ શરૂ કરાશે

- text


ધારાસભ્ય કાંતિલાલ સીટી બસોને લીલીઝંડી આપી પ્રારંભ કરાવશે, લોકોને દરેક વિસ્તારમાં 5-10 રૂપિયામાં આવવા-જવાની સુવિધા પ્રાપ્ત થશે

મોરબી : મોરબી નગરપાલિકાએ સીટી બસનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધા બાદ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના અથાક પ્રયાસોથી હવે સીટી બસ સેવા ફરીથી શરૂ થવાના ઉજળા સંજોગો સામે આવ્યા છે. જેમાં મોરબી નગરપાલિકા દ્વારા કાલે શુક્રવારથી 11 સીટી બસ શરૂ થશે. ધારાસભ્ય કાંતિલાલ સીટી બસોને લીલીઝંડી આપી પ્રારંભ કરાવશે, લોકોને દરેક વિસ્તારમાં 5-10 રૂપિયામાં આવવા-જવાની સુવિધા પ્રાપ્ત થશે.

- text

મોરબી નગરપાલિકાને ખોટના ખાડામાંથી બહાર લાવવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ નગરપાલિકાનું સુકાન હાથમાં લઈને ધીરેધીરે પાલિકાના કામોના વિકાસની ગાડી પાટે ચડાવી છે. ખાસ કરીને તેઓએ સીટી બસના કોન્ટ્રાક્ટરની લાલીયાવાળી બંધ કરાવીને સીટી બસનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો અને સીટી બસોને નગરપાલિકા હસ્તક લઈ નગરપાલિકાના દ્વારા જ ચાલુ કરવાના પ્રયાસો હાથ ધરીને હવે નગરપાલિકા દ્વારા જ 11 સીટી બસો તમામ વિસ્તારમાં દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાલે તા.1 સપ્ટેમ્બરથી નગરપાલિકા દ્વારા 11 સીટી બસો શરૂ કરવામાં આવશે અને ધારાસભ્ય લીલીઝંડી આપી આ 11 સીટી બસોનો પ્રારંભ કરાવશે અને લોકોને 5 કે 10 રૂપિયામાં સીટી બસની મુસાફરીનો લાભ મળશે તેથી લોકોને હવે રિક્ષાના મોંઘા ભાડામાં લૂંટાવું નહિ પડે.

- text