મોરબી : રહેણાંક મકાનમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે રહેણાંક મકાનમાંથી ઇગ્લીશ દારૂના ગણનાપાત્ર જથ્થો ઝડપી લીધો હતો. જો કે બુટલેગર હાથમાં ન આવતા તેની સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

મોરબી તાલુકા પોલીસ સ્ટાફે સંયુકત ખાનગીરાહે મળેલ બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે, જોગેન્દ્રસિંહ ખેંગારજી જાડેજાની કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનના બેઠકરૂમ ઓરડીમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશદારૂની પેટી નંગ-૦૯ કૂલ બોટલ નંગ-૧૦૮ કિ.રૂ. ૪૩,૯૮૦નો મુદ્દામાલ મળી આવતા હાજર નહીં મળી આવનાર જોગેન્દ્રસિંહ ખેંગારજી જાડેજા રહે. વાઘપર (પીલુડી), તા.જી.મોરબી વાળા વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text