મોરબીની રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના મેનેજરનો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીની રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના મેઈન બ્રાંચના મેનેજર અતુલભાઈ એ. કાલરીયા વયમર્યાદાના કારણે નિવૃત થતા બેંક પરિવાર દ્વારા તેમનો વિદાયમાન સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ વિદાય-સન્માન સમારોહની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ બેંકના ઝોનલ ઓફિસર ચેતનભાઈ ભૂત દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બેંકના ઈન. મેનેજર ગૌતમભાઈ કુંડારીયાએ અતુલભાઈ કાલરીયાના જીવનમાંથી શીખેલી કેટલીક વાતો કરી હતી. મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સરાફી સહકારી મંડળીના મંત્રી જયેશભાઈ બાવરવાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સિંચાઈ કર્મચારી મંડળીના મંત્રી રાજુભાઈ સાણંદિયા તથા મોરબી તાલુકા શિક્ષક મંડળીના મંત્રી મહેન્દ્રભાઈ વાઘડિયા પણ હાજર રહ્યા હતા. બેંકના તમામ સ્ટાફ મિત્રો દ્વારા અતુલભાઈ કાલરીયાને મોમેન્ટો તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા તંદુરસ્ત અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

- text

- text