પુરપાટ ઝડપે જતું બાઈક રોડ નીચે ઉતરી જતા યુવાનનું મૃત્યુ 

- text


વાંકાનેર -મિતાણા રોડ ઉપર અમરસર નજીક બનેલી ઘટના 

- text

વાંકાનેર : વાંકાનેરથી મિતાણા તરફ જતા રોડ ઉપર પુરપાટ ઝડપે બાઈક ચલાવીને જઈ રહેલા વિનેશભાઈ ઉર્ફે વિનુભાઈ ગુમાનભાઈ ભુરીયા ઉ.28, રહે-હાલ-છતર કેશુભાઈ પરસોતમભાઈ ભીમાણીની વાડીએ, મુળ-ગામ-કાલીયાવાવ તા.ભાભરા જી.અલીરાજપુર(મધ્યપ્રદેશ) વાળાનું બાઈક અમરસર ગામ પાસે તળાવ નજીક રોડ નીચે ઉતરી જતા ગંભીર ઈજાઓ પહોંચતા રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતો.જ્યાં તા.27ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

- text