જૂગારની મૌસમ પુર બહારમાં : એક દિવસમાં 32 જુગારી ઝડપાયા

મોરબી : મોરબી જિલ્લામાં જુગારની મૌસમ પૂરબહારમાં ખીલી હોય તેમ એક દિવસમાં કુલ 32 જુગારી જુગાર રમતા પોલીસના હાથે ઝડપાયા ગયા હતા.


હળવદ જીઆઈડીસીમાં જુગાર રમતા ચાર પકડાયા

મોરબી : હળવદ જીઆઈડીસીમાં આવેલ શિવ કોમ્પ્લેક્સ નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી આરોપી રણજીતભાઇ રમેશભાઇ, મહીપાલભાઇ મહેશભાઇ કલોતરા, અજમલભાઇ છગનભાઇ ભુંભરીયા અને મેહુલભાઇ જેશીંગભાઇ બારને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 20,200 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબીના પાવડરીયારી કેનાલ પાસે જુગાર રમતા છ જુગારી પકડાયા

મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પાવડરીયારી કેનાલ પાસે, ક્યુરા સિરામીકની દિવાલની પાછળ જાહેરમાં જુગાર રમતા આરોપી દિનેશભાઇ ભીખાભાઇ ઝાલા, હસમુખભાઇ અમરશીભાઇ મકવાણા, દેવજીભાઇ પરસોતમભાઇ ચાવડા, રાજેશભાઇ રમેશભાઇ રાઠોડ, અલ્પેશભાઇ મેરામભાઇ માધર અને જયેશભાઇ લક્ષ્મણભાઇ વાણીયાને તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 35,550 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.


મોરબીના ત્રાજપરમા જુગાર રમતા સાત જુગારી પકડાયા, બે નાસી ગયા

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ત્રાજપર ખારી વિસ્તારમા રામજીમંદીરની બાજુની શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) જયેશભાઈ જયતીભાઈ માકાસણા,(૨) લાલજીભાઈ શંકરભાઈ કગથરા (૩‌) સુનીલભાઈ ગોરધનભાઈ સુરેલા (૪) રવીભાઈ રમેશભાઈ અંગેચણીયા (૫) મયુરભાઈ ચુનીલાલભાઈ અંગેચણીયા (૬) નાસીરભાઈ અનવરભાઈ માલાણી અને (૭) અવેશભાઈ તૈયબભાઈ સામતાણીને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા ૨૨૩૦૦ કબ્જે કર્યા હતા. જો કે, જુગાર દરોડા દરમિયાન આરોપી (૮) રવીભાઈ કુવરીયા અને (૯) હકાભાઈ કુવરીયા નાસી જતા પોલીસે નવેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા આઠ જુગારી પકડાયા

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઈન્દીરાનગર મફતિયાપરામાં બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી (૧)પ્રકાશભાઈ સોમાભાઈ મકવાણા (૨) સોમાભાઈ લાખાભાઈ મકવાણા (૩‌) સુરેશભાઈ ધનજીભાઈ વરાણીયા (૪) દીનેશભાઈ કાંન્તીભાઈ બારૈયા (૫) શામજીભાઈ ગંગારામભાઈ પાટડીયા (૬) ભરતભાઈ મગનભાઈ વરાણીયા (૭) ગાડુભાઈ નારણભાઈ ટીડાણી અને (૮) શામજીભાઈ દેવજીભાઈ વરાણીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૧૫૬૫૦ કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.


મોરબી એલસીબીએ જુગાર રમતા આઠને ઝડપી લીધા

મોરબી : મોરબીના કંડલા હાઇવે ઉપર કોલસાના ડેલામાં રસોડામાં જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી જુગાર રમી રહેલા આઠ આરોપીઓને ઝડપી લઈ રોકડા રૂપિયા ૪,૭૪,૭૫૦ કબ્જે કરી જુગારધારા અન્વયે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે કંડલા હાઇવે ઉપર આવેલ કોલસાના ડેલાની ઓફીસની બાજુમાં આવેલ રસોડામાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી (૧) જીતેશભાઇ લક્ષ્મણભાઇ બાલાસરા (૨) વનરાજસિંહ રણજીતસિંહ રાઠોડ (૩) વિજયભાઇ ભીમશીભાઇ વાઘ (૪) મૌલીકભાઇ વલમજીભાઇ પટેલ (૫) અંકિતભાઇ પરસોતમભાઇ ચારોલા (૬) હિરેનભાઇ દિનેશભાઇ પટેલ (૭) રોહિતભાઇ અમૃતભાઇ પટેલ અને (૮) નિકુંજભાઇ દેવદાનભાઇ ડાંગરને રોકડા રૂપિયા ૪,૭૪,૭૫૦ સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.