મોરબી જિલ્લાનું ઉદ્યોગ કેન્દ્ર ઇન્ચાર્જને હવાલે, અરજદરોને ધરમના ધક્કા

- text


ઇન્ચાર્જ અધિકારીથી ચાલતી કચેરીમાં ઉધોગોમાં સબસીડી મેળવવા મેળવવા માટે ઉધોગકારોને ધક્કે પે ધક્કા જેવો ઘાટ

મોરબી : હાલ મોરબી જિલ્લોના ઉદ્યોગ તથા ઉદ્યોગકારો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ડંકો વગાડી રહ્યા છે અને ઉદ્યોગોના પ્રોત્સાહન માટે સરકાર દ્વારા પણ અથાગ પ્રયત્નો કરવામાં આવે છે. એવામાં, જિલ્લાની ઉદ્યોગ કચેરીનો ઘણો ખરો હિસ્સો રહેતો હોય છે પણ મોરબી જિલ્લાનું ઉદ્યોગ કેન્દ્રની ઇન્ચાર્જ અધિકારીથી ચાલતી કચેરીમાં ઉધોગોમાં સબસીડી મેળવવા મેળવવા માટે ઉધોગકારોને ધક્કે પે ધક્કા થઈ રહ્યા છે.

હાલ મોરબી જિલ્લામાં ઉદ્યોગ કેન્દ્રમાં કચેરીના મુખ્ય અધિકારીની જગ્યા લગભગ છેલ્લા ૩ વર્ષ કરતા વધુ સમયથી ચાર્જમાં ચાલે છે. હાલ ચાર્જમાં રહેલા અધિકારી કામગીરી અર્થે નહિવત હાજરી હોય છે. વિવિધ એસોશીએસન તથા જિલ્લાના ધારાસભ્યોની રજુઆત છતાં ઉપલી કચેરીઓ દ્વારા કાયમી અધિકારીની નિમણુંક ક્યારે થશે તે હવે જોવા જેવુ છે.

- text

નોંધનીય છે કે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઉદ્યોગકારોને આપવામાં આવતી સબસીડી એ કારખાનું ચલાવવામાં જીવાદોરી સમાન હોય છે. અધિકારીઓ અન્ય જિલ્લામાં રહેણાંક હોય પ્રતિદિન અપ-ડાઉન છે. તેવામાં સબસીડીના કામ માટે અરજદારોને અધિકારીઓની ગેરહાજરીના લીધે ધરમના ધક્કા ખાવા પડતા હોવાની રાવ ઉઠી છે.

- text