મોરબીમાં ઉમિયા સર્કલે લેહરતો રાષ્ટ્ર ધ્વજ ફાટી જતા તાત્કાલિક બદલવા લોકોની માંગ

- text


રાષ્ટ્રધ્વજનું બીજી વખત અપમાન થતા લોકોમાં ભારે રોષ

મોરબી : મોરબીના હાર્દ સમાં ઉમિયા સર્કલે ફરકાવવામાં આવેલો રાષ્ટ્રધ્વજ ક્ષતિગ્રસ્ત થયો છે. હાલમાં રાષ્ટ્રધ્વજ ફાટી ગયો હોવા છતાં તંત્રનું ધ્યાન ન જતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. બીજી તરફ 15 ઓગસ્ટ નજીક આવી રહી હોય અને સરકાર ઘર હર તિરંગાની મુહિમ ચાલવતી હોય ત્યારે બીજી વખત આ રીતે રાષ્ટ્ર ધ્વજનું અપમાન થતા લોકોએ તાકીદે રાષ્ટ્ર ધ્વજ બદલવા માંગ ઉઠાવી છે.

મોરબી નગરપાલિકા દ્વારા દેશની આન બાન અને શાનના પ્રતીક રાષ્ટ્રધ્વજને ઉમિયા સર્કલની ખૂબ ઉંચાઈએ ફરકારવામાં આવ્યો છે. પરંતુ આ રાષ્ટ્રધ્વજ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હોવાનો લોકોના ધ્યાનમાં આવ્યું છે. ઉમિયા સર્કલે ફરકતો રાષ્ટ્રધ્વજ ફાટી જવા છતાં તંત્રએ ધ્વજનું સન્માન જાળવ્યું નથી. આ આગાઉ પણ એક વખત ઉમિયા સર્કલે લહેરાતો રાષ્ટ્રધ્વજ ક્ષતિગ્રસ્ત થયો હતો. જો કે બાદમાં જાગૃત નાગરિકોની ફરિયાદ બાદ તંત્રએ તાકીદે નવો રાષ્ટ્ર ધ્વજ ફરકારવ્યો હતો.

- text

હાલમાં આઝાદીના દિવસ 15 ઓગસ્ટ નજીક આવી રહી હોય સરકાર દરેક લોકોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવા હર ઘર તિરંગાનું અભિયાન ચાલવી રહી છે. ત્યારે તંત્રની આ બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં તંત્ર ઉમિયા સર્કલે ક્ષતિગ્રસ્ત થયેલા રાષ્ટ્રધ્વજને ઉતારીને નવો તિરંગો લહેરાવે તેવી રાષ્ટ્રભક્તોમાં માંગ ઉઠી છે.

- text