મોરબીના જેતપર પીપળી રોડ ઉપર ચાર કલાકથી ટ્રાફિકજામ

- text


જેતપર, પીપળી અને બેલા રોડ ઉપર વાહનોની લાંબી લાઈનો લાગી, અનેક વાહનો ફસાયા

મોરબી : મોરબીના જેતપર પીપળી રોડ ઉપર ટ્રાફિફજામની સમસ્યા શિરદર્દ બની ગઈ છે. રોજ ટ્રાફિકજામ ન થાય તો જ નવાઈ જેવી સ્થિતિ છે. એટલે ટ્રાફિફજામ કાયમી બની ગયો છે. આજે પણ મોરબીના જેતપર પીપળી રોડ ઉપર 4 કલાકથી ટ્રાફિકજામ થતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.

મોરબી જેતપર રોડને હાલ ફોરટ્રેક બનાવવાનું કામ ચાલુ છે. જેમાં મહેન્દ્રનગરથી અણિયારી ચોકડી સુધી ફોરટ્રેકનું કામ ઘણા સમયથી ચાલતું હોય એક બાજુનો જ રોડ ચાલુ હોય તેમાં પણ ગાબડા પડતા અને હાલ વરસાદને કારણે કાદવ કીચડ થતા રોડ ચાલવા યોગ્ય નથી. તેથી દરરોજ ટ્રાફિકજામ થાય છે. આજે પીપળી રોડ , પીપળી ગામથી જેતપર બાજુ 4 કલાકથી ટ્રાફીકજામ સર્જાયો છે. બપોર પછી સતત ટ્રાફિકજામ રહેતા વાહનોની લાંબી લાઈનો લાગી છે. અનેક વાહનો ફસાયા છે. આ ટ્રાફિકજામ રોડના કામને લીધે જ થાય છે. રોડનું કામ યોગ્ય રીતે થાય અને લોકો માટે વૈકલ્પિક સારો માર્ગ મળી રહે તો વાહન ચાલકોને રાહત થાય તેમ છે. આથી જવાબદાર ઉચ્ચ અધિકારીઓ અને નેતા નિષ્ઠા સાથે આ દિશામાં કામ કરે તો લોકોને રોજિંદી ટ્રાફિકની કડાકુટમાંથી મુક્તિ મળશે.

- text

- text