સ્વતંત્રતા દિવસની થીમ પર મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાશે

- text


મોરબી : મોરબીના મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સ્વતંત્રતા દિવસની થીમ પર આગામી તારીખ 20 ઓગસ્ટના રોજ પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

‘સ્વતંત્ર અને વિકસતા ભારતની સમસ્યાઓ’ વિષય પર મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પોસ્ટર મેકિંગ સ્પર્ધા 20 ઓગસ્ટે બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન રવાપર રોડ પર આવેલી નિલકંઠ શાળા ખાતે યોજાશે. આ સ્પર્ધા બે કેગેટરીમાં યોજાશે. જેમાં કેટેગરી એક ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે અને બીજી કેટેગરી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે રહેશે. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ ‘સ્વતંત્ર અને વિકસતા ભારતની સમસ્યાઓ’ થીમ પર હાથ બનાવટના પોસ્ટર બનાવવા પડશે. બન્ને કેટેગરીમાં શ્રેષ્ઠ 5-5 પોસ્ટરોને ટ્રોફી આપવામાં આવશે અને તમામ સહભાગીઓને આશ્વાસન ઈનામો આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન ફી 50 રૂપિયા રાખવામાં આવી છે. વધુ માહિતી માટે પ્રીતિ દેસાઈ મો.નં. 93289 70499 રંજના સરડા મો.નં. 97265 99930, કવિતા મોદાણી મો.નં. 72848 42189, નિશી બંસલ મો.નં. 94275 43656નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text