પડતર પ્રશ્નોને લઈ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મોરબીમાં ધરણા કરાયા

- text


મોરબી : શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આજ રોજ મોરબી ખાતે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરી સરકારને જગાડવા ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ સુરેશભાઈ સરસાવડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા યોજાયેલા આ ધરણાનો મુખ્ય ઉદ્દેશ સરકારે કરેલા વાયદાઓને લઈને ઢંઢોળવાનો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં સરકારે વાયદાઓ કર્યા હતા કે, શૈક્ષણિક વિભાગમાં પડેલી તમામ ખાલી જગ્યાએ ભરી દઈશું, 1-4-2005 પહેલા લાગેલા કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપીશું, નવા આચાર્ય બનેલાને નવા ઠરાવનો લાભ આપીશું, બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી 100 ટકા કરીશું. પરંતું સરકારે ચૂંટણી સમયે આપેલા એકપણ વાયદાઓનો આજદિન સુધી પરિપત્ર પણ થયો નથી. ત્યારે સરકારને પોતાના વાયદાઓ યાદ અપાવવા માટે આ ધરણા કરવામાં આવ્યા હતા અને સરકાર ઉપરોક્ત તમામ માંગ ઝડપથી પૂર્ણ કરે તેવી ઉગ્ર માંગ કરાઈ હતી.

- text

- text