મિત્રો સાથે મસ્તી કરતો યુવાન સીડી ઉપરથી પટકાતા મૃત્યુ

- text


વાંકાનેરના માટેલ રોડ ઉપર સિરામિક ફેકટરીમાં બનેલી ઘટના 

વાંકાનેર : વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સિરામિક ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતો યુવાન મિત્રો સાથે મસ્તી કરતો હતો ત્યારે અકસ્માતે સિડી ઉપરથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ બ્રાવેટ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાર્ટરમાં રહેતો મૂળ મધ્યપ્રદેશનો વતની નીરજ વિજયભાઈ ડામોર નામનો યુવાન મિત્રો સાથે મસ્તી કરતો હતો તે સમયે સીડી ઉપરથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા નિરજનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text