મોરબી માળીયા હાઇવે પર ભીમસર ચોકડી પાસે ગાબડાઓમાં ફસાતા વાહનો

- text


રોડ ઉપર જીવલેણ ગાબડાઓ દરરોજ વાહનો ફસાતા ટ્રાફિકજામ

મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ ભીમસર ચોકડી પાસે રોડ ઉપર મસમોટા ગાબડાઓ પડી જતા આ જીવેલેણ ગાબડા વાહનો માટે ખતરનાક પુરવાર થઇ રહ્યા છે. આ જીવલેણ ગાબડામાં દરરોજ વાહનો ફસાય જાય છે. ગાબડામાં વાહનો ફસાય જવાથી દરરોજ કલાકો સુધી ટ્રાફિકજામ થાય છે. આથી વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવી પડે છે.

મોરબી માળીયા વચ્ચે કચ્છ હાઇવે અને કંડલા તેમજ હળવદ તરફ જવાના માર્ગ ઉપર ઓવરબ્રિજ નીચે આવેલ ભીમસર ચોકડી પાસે રોડ એકદમ ભંગાર બની ગયો છે. આ અંગે માણાબાથી મોરબી વચ્ચે ધંધા માટે અપડાઉન કરતા સંદીપ ઉઘરેજાએ જણાવ્યું હતું કે, આ ચોકડી પરનો રોડ ખરાબ થતા ખતરનાક બની ગઈ છે. રોડ ઉપર મસમોટા ગાબડા પડી ગયા છે. મોરબી માળીયા કચ્છ અને કંડલા તેમજ હળવદને જોડતા આ હાઇવે હોવાથી અહિયાં દરરોજ હજારો વાહનોની અવરજવર થાય છે. પણ ગાબડા એટલા મોટા થઈ ગયા છે અને ઉપરથી વરસાદના પાણી ભરાય રહેતા હોવાથી અહીંથી પસાર થતા મોટા ટ્રક, ડમ્પર, કન્ટેનર જેવા વાહનો ગાબડામાં ફસાય જાય છે. આથી ભારે વાહનોની મોટી અવરજવર ધરાવતી ચોકડી ઉપર વાહનો ફસાતા દરરોજ કલાકો સુધી ટ્રાફિકજામ થાય છે અને કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાય જવાથી અનેક વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. તેથી સંબધિત તંત્ર આ ગાબડાની યોગ્ય મરમત કરે તેવી માંગ કરી છે.

- text

- text